રાજકોટમાં ઋષિવંશી સમાજના સમૂહ લગ્નની ઘટનામાં કાર્યવાહી.
ફરાર સમૂહ લગ્નનો આયોજક ચંદ્રેશ છત્રોલાને પોલીસે ઝડપી પાડ્યો.
28 જેટલા યુગલોની જાન લીલા તોરણે પાછી ફરી હતી.
રાજકોટમાં ઋષિવંશી સમાજના સમૂહ લગ્નના નામે લાખો રૂપિયાનું કૌભાંડ આચરીને ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાને આખરે પ્રદ્યુમન નગર પોલીસે ઝડપી પાડ્યો છે.
લગભગ બે મહિનાથી પોલીસને થાપ આપીને સુરત, નડિયાદ સહિતના શહેરોમાં નાસતો ફરતો ચંદ્રેશ, રાજકોટના રેલનગર ખાતે આવેલા પોતાના ઘરેથી જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ પહેલા પોલીસે આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આખરે રાજકોટમાં ઋષિવંશી સમાજના સમૂહ લગ્નના નામે લાખો રૂપિયાનું કૌભાંડ આચરીને ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાને આખરે પ્રદ્યુમન નગર પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટમાં ઋષિવંશી સમાજના બેનર હેઠળ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાની પ્રદ્યુમન નગર પોલીસે ધરપકડ કરી છે. આ કૌભાંડનો પર્દાફાશ થયાના લગભગ બે મહિના બાદ પોલીસને આ મોટી સફળતા મળી છે.
તારીખ 22 ફેબ્રુઆરીના રોજ રાજકોટના રેલનગર ખાતે ઋષિવંશી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા સહિત કુલ ચાર આયોજકોએ આ કાર્યક્રમની જવાબદારી સંભાળી હતી. જોકે, લગ્નના દિવસે સવારે પાંચ વાગ્યાની આસપાસ જ ચંદ્રેશ છત્રોલા અને તેના સાથીઓએ પોતાના ફોન બંધ કરી દીધા અને ફરાર થઈ ગયા. આના કારણે લગ્ન માટે પહોંચેલા વર પક્ષ અને કન્યા પક્ષના 28 યુગલોનો શુભ પ્રસંગ રઝળી પડ્યો હતો. આ કૌભાંડીઓએ માત્ર વર-વધૂ પાસેથી જ નહીં, પરંતુ દાતાઓ પાસેથી પણ લાખો રૂપિયાનું દાન અને કરિયાવરના નામે વસ્તુઓ વસૂલ કરી હતી. પૈસા ઉઘરાવીને ચંદ્રેશ રફુચક્કર થઈ જતા તેના સહિત ચાર લોકો સામે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી