સુરતની મહિધરપુરા પોલીસે વિદેશી મહિલાને ગમ મોબાઈલ શોધી આપ્યો
ગુગલ પિક્સલ 9 એ મોબાઈલ ઓટો રીક્ષામાં જ ભૂલાઈ ગયો
તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ મોબાઈલ સુરક્ષિત રીતે મહિલાને પરત
સુરતમાંથી એક સકારાત્મક અને ગૌરવ વધારતી ખબર સામે આવી રહી છે. વિદેશથી આવેલી મહિલાનો કિંમતી મોબાઈલ ગુમ થવા છતાં, સુરત પોલીસે ગણતરીના કલાકોમાં તેને પરત મેળવી આપ્યો છે.
સુરત શહેરમાં તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ફરી એકવાર પોલીસની સતર્કતા અને ઈમાનદારીનો સરસ ઉદાહરણ સામે આવ્યું છે. જર્મની દેશની એક મહિલા ભારત પ્રવાસ દરમિયાન વડોદરાથી ટ્રેન મારફતે સુરત આવી હતી. રેલ્વે સ્ટેશન પરથી હોટલ જવા માટે તે ઓટોરીક્ષામાં બેસી હતી. ત્યારે ગેલેક્ષી હોટલ જતાં દરમિયાન મહિલાનો અંદાજિત 40 હજારનો ગુગલ પિક્સલ 9 એ મોબાઈલ ઓટો રીક્ષામાં જ ભૂલાઈ ગયો હતો. મોબાઈલ ગુમ થતા મહિલાએ તરત જ મહિધરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી અને 30થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને ઓટો રીક્ષાની ઓળખ કરવામાં આવી હતી. સર્વેલન્સ ટીમની મહેનત અને ઝડપી કામગીરીના કારણે ગણતરીના કલાકોમાં મોબાઈલ ટ્રેસ કરવામાં સફળતા મળી હતી. આખરે તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ મોબાઈલ સુરક્ષિત રીતે મહિલાને પરત આપવામાં આવ્યો હતો. જેથી વિદેશી મહિલાએ સુરત પોલીસની ઈમાનદારી અને ઝડપી કામગીરી બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો છે.
