સુરતના ભેસ્તાનમાં થયેલા બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો

Featured Video Play Icon
Spread the love

સુરતના ભેસ્તાનમાં થયેલા બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
ભેસ્તાન પોલીસે આરોપી સાથે મુદ્દામાલ પણ કબ્જે કર્યો
પોલીસે વિષ્ણુદેવ રમશિલોચન સાકેતની ધરપકડ કરી

સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાંથી બાઈકની ચોરી કરી ભાગી છુટેલા આરોપીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન છ, મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનની સુચનાથી ભેસ્તાન પી.આઈ. કે.પી. ગામેતી તથા સેકન્ડ પી.આઈ. જે.એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રીતેશ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિજય તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અંકિતનાઓએ બાતમીના આધારે ભેસ્તાન ચાર રસ્તા પાસેથી ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલી બાઈક સાથે રીઢા વાહન ચોર મુળ યુપીનો અને હાલ ભેસ્તાન ગણેશ નગરમાં રહેતા વિષ્ણુદેવ રમશિલોચન સાકેતને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી બાઈક કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *