આજે વિશ્વ પર્યાવરણ દિવસ
રક્ષા ચૌધરી નામની મહિલાની સુઈગામમાં વૃક્ષારોપણ માટે અનોખી પહેલ.
દીકરીનો જન્મ થાય ત્યાં જઈને દીકરીની માતાને એક ફળાઉ વૃક્ષ ભેટમાં આપે છે.
બનાસકાંઠા સુઈગામ તાલુકાના કટાવ ગામની રક્ષા ચૌધરીએ પર્યાવરણના જતન માટે 6 મહિનાથી અનોખું અભિયાન શરૂ કર્યું છે. છેલ્લા છ મહિનાથી તેઓ દીકરીના જન્મ પ્રસંગે પરિવારને ભગવદ ગીતા, એક ફળદ્રુપ વૃક્ષ અને દીકરીના કપડાં ભેટ આપે છે. દીકરીના ઉછેર સાથે વૃક્ષનો ઉછેર થાય એ માટે માતાને પ્રેરણા આપે છે.
દીકરી વધે તેમ વૃક્ષ પણ વધે. પ્રેમ, આશીર્વાદ અને સંસ્કારથી ભરેલું વૃક્ષ બને.” પાલનપુરના એગોલા રોડ પર રહેતી રક્ષા ચૌધરી કોઈ સંસ્થા કે ટ્રસ્ટ સાથે જોડાયેલી નથી. એકલા હાથે આ અભિયાન ચલાવે છે. તેમના પતિ કુલદીપ પણ આ કાર્યમાં સહભાગી છે. એક દીકરી, એક છોડ – એક સંસ્કારી અને એવરગ્રીન આવતીકાલ માટે સ્લોગન સાથે રક્ષા ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણ જતન માટે પ્રયાસ કરી રહી છે. રક્ષા ચૌધરીનું કહેવું છે કે દીકરીઓના જન્મે લોકો ખુશી વ્યક્ત કરે છે. પણ એકથી વધુ દીકરીઓ હોય તો લોકો ઓરમાયું વર્તન કરે છે. આ વિચારથી પ્રેરાઈને તેમણે અભિયાન શરૂ કર્યું.
વધુમાં જણાવ્યું હતું કે દીકરીના જન્મથી જ તેના અંદર ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે ભગવદ ગીતાનું પુસ્તક આપે છે. વૃક્ષ સાથે સંસ્કારનો સંદેશ આપે છે. તેમનું માનવું છે કે દીકરી અને છોડ – બંને જીવન આપે છે. દીકરી બે ઘરો ઉજાળે છે. વૃક્ષ શ્વાસ આપે છે. તેઓ કહે છે, “જ્યાં દીકરીનો જન્મ થાય છે, ત્યાં હું નાનો છોડ રોપું છું…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી