કડી પેટા વિધાનસભાની ચૂંટણી જીતવા જામ્યો જંગ
ભાજપ અને કોંગ્રેસે મોટાગજાના નેતાઓ મેદાનમાં ઉતાર્યા
ક્લોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને નીતિન પટેલ આમને-સામને
ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ જામી ગયો છે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આ વખતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ત્યારે કડી અને વિસાવદર પેટા વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસે મોટાગજાના નેતાઓ મેદાનમાં ઉતાર્યા છે
કડીમાંથી ભાજપે રાજેન્દ્ર ચાવડાને તો કોંગ્રેસમાંથી રમેશ ચાવડા તેમજ આપમાંથી જગદીશ ચાવડા ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે. તમામ ઉમેદવારોએ પોતાનો જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે વાત કરીએ તો ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 1980 થી ભાજપ સાથે જોડાયેલા છે..ત્યારે ભાજપના ઉમેદવારે વિશાળ બાઈક રેલી સાથે વાજતે ગાજતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે કડી અને વિસાવદર પેટા વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસે મોટાગજાના નેતાઓ મેદાનમાં ઉતાર્યા છે જેમાં ક્લોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પૂર્વ ડે..સીએમ નીતિન પટેલ આમને-સામને આવી ગયા છે
હાલમાં તો તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.. ત્રણેય પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે કડી વિધાનસભા બેઠકમાં ભાજપનો ગઢ રહ્યો છે. ત્યારે ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા અનોખો પ્રચાર શરૂઆત કરાયો છે. ત્યારે આગામી 19 જૂનના રોજ ચૂંટણી યોજાશે અને 23 મી જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે, ત્યારે જોવાનું રહ્યું કે આ વખતે ફરીથી જનતા કોના પર જીતનો કળશ ઢોળે છે તે તો સમય જ બતાવશે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી