Air Indiaના પ્લેન ક્રેશની ઘટના બાદ મુસાફરોમાં ડરનો માહોલ
ફ્લાઈટમાં કરી રહ્યા હનુમાન ચાલીસાના પાઠ,
આ વીડિયો ક્યાનો છે તે અંગે કોઈ જ માહિતી નથી
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાથી આખો દેશ ડરી ગયો છે ત્યારે સામે આવેલા આ વીડિયોમાં લોકો પ્લેનમાં બેઠા છે અને પ્લેનમાં હનુમાન ચાલીસા પાઠ કરી રહ્યા છે.
અમદાવાદના મેઘાણીનગરમાં 12 જૂનના રોજ થયેલી Air Indiaના પ્લેન ક્રેશની ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે. ઘટના બાદથી રોજ તેના કોઈને કોઈ વીડિયો કે ઓડિયો સામે આવી રહ્યા છે. આ પ્લેન દુર્ઘટનામાં 242માંથી 241 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે, તે તમામના DNA ટેસ્ટ કરી પરિવારને તેમના મૃતદેહ પણ સોંપાઈ રહ્યા છે. આ દરમિયાન પરિવાર જનોના આક્રંદના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક ફ્લાઈટનો વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો હનુમાન ચાલીસા કરતા જોવા મળી રહ્યા છે.
પ્લેન ક્રેશની ઘટનાથી આખો દેશ ડરી ગયો છે ત્યારે સામે આવેલા આ વીડિયોમાં લોકો પ્લેનમાં બેઠા છે અને પ્લેનમાં હનુમાન ચાલીસા પાઠ કરી રહ્યા છે. આ વીડિયો ક્યાનો છે પ્લેન ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે તે અંગે કોઈ જ માહિતી નથી પણ વીડિયો સોસીયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો છે. તેમજ આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે “હવે પ્લેનમાં સીટ બેલ્ટની સાથે હનુમાન ચાલીસા પણ જરુરી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે પ્લેન ઉડી રહ્યું છે તેમાં લાઈટો બંધ છે અને લોકો હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી