રાજુલામાં ધસમસતા પ્રવાહમાં તણાઈ કાર
અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો
કાર ફસાઈ જતાં તાબડતોબ 3 લોકોનું પ્રશાસને રેસ્ક્યૂ કર્યું
અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલીના રાજુલા પંથકમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. રાજુલા તાલુકાના ઉટિયાથી રાજપરડા વચ્ચે વહેલી સવારે કાર તણાઇ હતી.
અમરેલીમાં ચોમાસાનો પહેલો વરસાદ જ આફતરૂપ બન્યો છે. અમરેલીના રાજુલામાં ઉટિયાથી રાજપરડા ગામે સવારે કાર તણાઈ હતી. કાર તણાઈ જતા એકનું મોત થયું હતું. બ્રિજ પર પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ હતી. એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મામલતદાર, TDO સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કાર બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને તંત્રની મદદથી બ્રિજ તોડવા માટેની કામગીરી શરૂ કરાઇ હતી. રાજુલા પંથકમાં સૌથી વધુ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. અમરેલીના બાબરામાં કોઝવેમાં કાર ફસાઇ ગઇ હતી. નાની કુંડળ ગામે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ જતાં તાબડતોબ 3 લોકોનું પ્રશાસને રેસ્ક્યૂ કર્યું છે. આ પરિવાર કારમાં બાબરાથી રાજકોટ જતા હતા…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી