સુરતમાં ઘરેલુ ઝઘડાના કારણે પતિની ચપ્પુના ઘા ઝીંકી હત્યા
હત્યારી પત્નિને ઈચ્છાપોર પોલીસે ઝડપી પાડી
મૃતકની હત્યારી પત્નિ મનીષાની જ કડક પુછપરછ
સુરતમાં ઘરેલુ ઝઘડાના કારણે પતિની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ભાગી છુટેલી હત્યારી પત્નિને ઈચ્છાપોર પોલીસે ઝડપી પાડી છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર બરવાલ અને મદદનીશ પોલીસ કમિશનર ડેન્યલની સુચનાને લઈ પીઆઈ એસએ શાહની ટીમ પીએસઆઈ કેપી જાડેજા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે ઈચ્છાપોર પોલીસ મથકની હદમાં ભાઠા ગામ બોમ્બે કોલોનીમાં રહેતા રામ રતન ઉર્ફે રાજુ જોગેશ યાદવની હત્યા કરાયેલી લાશ મળી આવી હોય જે અંગે તપાસ હાથ ધરતા મૃતકની પત્નિ મનીષાની જ કડક પુછપરછ કરતા તેણે પોતે જ ઘરેલુ ઝઘડાથી કંટાળી પતિ રામરતન ઉર્ફે રાજુભાઈ જોગેશભાઈ યાદવની હત્યા કરી હોવાની કબુલાત કરતા પોલીસે મનીષાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
