સુરત ઉધના પોલીસે પશ્ચિમ બંગાળના અપહરણકારને શોધી કાઢ્યા
અપહરણકારનો કબ્જો પશ્ચિમ બંગાળ પોલીસને સોંપવાની તજવીજ
સુરતની ઉધના પોલીસે પશ્ચિમ બંગાળ રાજ્યના શસાન પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનામાં ભોગ બનનાર અને અપહરણકારને શોધી કાઢ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અને મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝનની સુચનાથી ઉધના પી.આઈ. જે.એસ. ઝાંબરેની ટીમના પી.એસ.આઈ. એમ.કે. ઈશરાણીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પેટ્રોલિંગમાં હતો ત્યારે એએસઆઈ મોહનસિંહ અને અ.હે.કો. ચિરાગને મળેલી બાતમીના આધારે પશ્ચિમ બંગાળ રાજ્યના શસાન પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનામાં ભોગ બનનાર અને અપહરણકાર આરોપી એવા તરીફુદ્દીન શમસુદ્દીન શેખને શોધી કાઢી તેઓનો કબ્જો પશ્ચિમ બંગાળ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
