સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી
રોજેરોજ ગુનાખોરીનો ગ્રાફ ઉંચે જઈ રહ્યો છે
પાંડેસરા વિસ્તારમાં મિત્રએ જ મત્રની ઘાત્કી હત્યા કરી નાંખી

સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી રહી હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે રોજેરોજ ગુનાખોરીનો ગ્રાફ ઉંચે જઈ રહ્યો છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં મિત્રએ જ મત્રની ઘાત્કી હત્યા કરી નાંખી હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં હવે ગુનાખોરી અટકવાનુ નામ ન લઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના પાંડેસરામાં મિત્રએ જ મિત્રની ચાકુના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાંખી હતી. વાત એમ છે કે ખાવા-પીવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં અમોલ સાલ્વે પર તેના મિત્ર શનિએ હુમલો કર્યો હતો. તુ મને છોડીને કેમ ભાગી ગયો તેમ કહી શનિએ કરેલા હુમલામાં ગંભીર હાલતમાં અમોલ સાલ્વને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જો કે સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નિપજતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તો બનાવની જાણ થતા પાંડેસરા પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *