રક્ષામંત્રી રાજનાથસિંહ 2001ના વિનાશક ભૂકંપને યાદ કરીને ભાવુક થયા.
ભુજમાં આવેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક સંગ્રહાલયની મુલાકાત લીધી.
કંપના દિવંતગોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
કચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લઈને ભૂકંપના દિવંતગોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
ચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને ભૂકંપના દિવંગતોની યાદમાં નિર્મિત સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રીએ જીવસૃષ્ટિની ઉત્પતિ, માનવજીવનો ક્રમિક વિકાસ, દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદાઓ, આફતો સામેની ભવિષ્યની તૈયારીઓ વિશેની વિગતો મેળવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતીના વિવિધ ચાર્ટ, મોડેલ નિહાળીને સંરક્ષણ મંત્રી પ્રભાવિત થયા હતા. સ્મૃતિવનની મુલાકાત બાદ સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ભૂકંપ સંગ્રહાલય આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયા માટે ગૌરવ બન્યું છે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિથી નિર્માણ પામેલા સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત જરૂરથી લેવા દરેક દેશવાસીઓને આગ્રહ કરતાં ઉમેર્યું હતું કે, કચ્છ અને ગુજરાતના લોકોની પ્રબળ ઈચ્છા શક્તિના દર્શન સ્મૃતિવન મ્યૂઝિયમના માધ્યમથી થાય છે.
મ્યૂઝિયમમાં વિશેષ સિમ્યુલેટરની મદદથી ભૂકંપ આવે ત્યારે નિર્માણ થતી પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ સંરક્ષણ મંત્રીએ મેળવ્યો હતો અને કચ્છના લોકોની ખુમારી અને ભૂકંપ બાદના વિકાસને બિરદાવ્યો હતો. ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમજ ભૂકંપની આપદામાં બચી ગયેલા લોકોના સંસ્મરણોની ગાથાઓ વિશે જાણીને કચ્છીજનોના ધૈર્ય અને હિંમતની પ્રસંશા કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી