માંડવીમાં “વંદે માતરમ” ના 150 વર્ષમી વર્ષગાંઠની ઉજવણી
ઘી માંડવી એજ્યુકેશન સોસાયટી ખાતે “વંદે માતરમ – 150મી વર્ષગાંઠ” ઉજવણી
કાર્યક્રમમાં ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ અને આગેવાનોની ઉપસ્થિતિ
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને પ્રેરણા આપનાર રાષ્ટ્રગીત “વંદે માતરમ” ના 150 વર્ષ પૂર્ણ થવાના આ ઐતિહાસિક અવસર પર દેશભક્તિના ઉત્તમ સંદેશ સાથે ઘી માંડવી એજ્યુકેશન સોસાયટી, માંડવી ખાતે આયોજિત “વંદે માતરમ – 150મી વર્ષગાંઠ ઉત્સવ” કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય તથા પૂર્વ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ સહ-સંયોજક (આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન) શ્રી જગદીશ પારેખ, સુરત જિલ્લા ભાજપ મંત્રી શ્રી ડૉ. આશિષભાઈ ઉપાધ્યાય, માંડવી નગર ભાજપ પ્રમુખ શ્રી પ્રિતેશભાઈ રાવલ, તેમજ અન્ય આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન સૌએ એક સ્વરથી “વંદે માતરમ” ના ગુંજતા સ્વરો સાથે માતૃભૂમિ પ્રત્યેની અખંડ ભક્તિ અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો..
