માંડવીમાં આદિવાસીઓના ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ,
શિક્ષક રાકેશ વસાવાની ધરપકડ
ધર્માંતરણ ફંડ અને રજિસ્ટરનો ખુલાસો,
આદિવાસી સમાજમાં ધર્માંતરણ મામલે એક પછી એક શિક્ષકોની સંડોવણી
સુરત જિલ્લા ના માંડવી ચકચારીત ધર્માંતરણ કેસ માં વધુ એક શિક્ષક ની ધરપકડ કરવામાં આવી.
શિક્ષક રાકેશ વસાવા ધર્માંતરણ માટે આવતું ફંડ ક્યાં ખર્ચ કરવું, કોનું ધર્માંતરણ કોના પાસે કરાવવું તે અંગે રજિસ્ટર નિભાવતો હતો. રાકેશ વસાવા કેસ ના મુખ્ય સૂત્રધાર રામજી ચૌધરી નો ‘રહસ્ય સચિવ’ તરીકે ઓળખાતો, તેમજ ૨૦ જેટલા વ્યક્તિ ના ધર્માંતરણ મુદ્દે સંડોવણી બહાર આવ સુરત જિલ્લા ના માંડવી માં આદિવાસીઓનું ખ્રિસ્તી ધર્મ માં ધર્માંતરણ નું મસમોટું રેકેટ નો પર્દાફાશ થયો છે. આદિવાસી થઈ ને પાસ્ટર બની આદિવાસી સમાજના લોકો નું ધર્માંતરણ સામે આવ્યું હતું. સમગ્ર મામલો એવી રીતે બહાર આવ્યો કે માંડવી તાલુકાની યુવતી દ્વારા તબીબ અંકિત ચૌધરીએ લગ્ન ની લાલચ આપી શારીરિક સોષણ કરી યુવતી ને તરછોડી દેતા પોલિસ ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસ માં માંડવી ના લાખગામ સરકારી શાળા ના શિક્ષક રામજી ચૌધરી જે અંકિત ચૌધરી ના પિતા એ યુવતી નું ધર્માંતરણ કર્યું હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો હતો. ત્યારે બાદ ધર્માંતરણ કેસ માં એક બાદ એક શિક્ષકો બહાર આવતા ગયા. થોડા દિવસ અગાઉ રામજી ચૌધરી બાદ ડેડીયાપાડા ના શિક્ષક ની ધરપકડ થઈ હતી. ત્યાર બાદ હવે માંડવી ના રાકેસ વસાવા ની ધરપકડ કરવામાં આવી છે. રાકેશ વસાવાખાનગી શાળામાં અંગ્રેજી વિષય ના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. રાકેશ વસાવાએ એમ.એ.બી.એડ સુધી નો અભ્યાસ કર્યો છે.
શિક્ષક રાકેશ વસાવા નીપૂછપરછ માં ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાકેશ વસાવા મુખ્ય સૂત્રધાર રામજી ચૌધરી ના લેફ્ટ હેન્ડ ‘રહસ્ય સચીવ’ તરીકે ઓળખાતો. ધે પ્રે ફોર ઓવરલાસ્ટિંગ લાઈફ ટ્રસ્ટ માટે રાકેશ વસાવા ધર્માંતરણ માટે આવતા ફંડ ફાળો ક્યાં ખર્ચ કરવો તેનો હિસાબ નિભાવતો હતો. શિક્ષક રાકેશ વસાવા જે વ્યક્તિ નું ધર્માંતરણ કરવાનું હોય એનું કેવી ક્યાં અને કોના પાસે ધર્માંતરણ કરવું તેનું રજિસ્ટર કરતો હતો. રાકેશ વસાવાએ અત્યાર સુધી ૨૦ જેટલા વ્યક્તિ ઓના ધર્માંતરણ મુદ્દે સંડોળવી બહાર આવી છે. . રાકેશ વસાવા નામના શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે જેના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે જેમાં વધુ ચોકાવનારિ વિગતો બહાર આવી શકે છે. જેને કારણે શિક્ષક જગતમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે…
