સુરતમાં કાપોદ્રા બ્રિજ પરથી મોતની છલાંગ
બ્રિજ પર બેગ-ચપ્પલ ઉતારી યુવક નદીમાં કુદી ગયો
ફાયર વિભાગે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો
સુરતના કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં એક યુવાને મોતની છલાંગ લગાવી હતી. બ્રિજ પર બેગ-ચપ્પલ ઉતારી યુવક નદીમાં કુદી ગયો જેનો મૃતદેહ ભારે જહેમતે ફાયરે શોધી કાઢી બહાર કાઢ્યો હતો.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાપોદ્રા બ્રિજ પર બેગ અને ચપ્પલ ઊતરી એક અજાણ્યા યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી, જેના પગલે સ્થાનિક રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. તો બનાવની જાણ ફાયરને કરાઈ હતી. જેને લઈ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક તાપી નદીના વહેણમાં તણાઈ ગયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ ફાયરની ટીમને યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ, આપઘાત કરનાર યુવક કોણ છે તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવકની ઓળખ સ્થાપિત કરવા અને તેણે આ અંતિમ પગલું શા માટે ભર્યું તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.