સુરત : અઠવાલાઈન્સ મિશન બિલ્ડીંગનો ગેલેરીનો ભાગ ધરાશાઈ
પહેલા માળ ધરાશાઈ થતા ચારથી પાંચ જેટલી દુકાનોને નુકસાન
પહેલા માળનો મોટો ભાગ ધરાશાઈ થતા ભાગદોડ મચી ગઈ
સદનસીબે કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો
સુરતમાં જર્જરિત બિલ્ડીંગોના ભાગ ચોમાસા દરમિયાન પડી જતા હોવાના અનેક કિસ્સાઓ વચ્ચે અઠવાલાઈન્સ મિશન બિલ્ડીંગનો ગેલેરીનો ભાગ ધરાશાઈ થતા ભાગદોડ મચી ગઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
ચોમાસુ આવે અને સુરતમાં જર્જરિત બિલ્ડીંગોના ભાગ ધરાશાઈ થવાના બનાવો સામે આવે છે. ત્યારે અઠવાલાઈન્સ વિસ્તારમાં જર્જરિત બિલ્ડીંગનો ભાગ ધરાશાઈ થયો હતો. અઠવાલાઈન્સ પર આવેલી મિશન બિલ્ડીંગનો ગેલેરીનો ભાગ ધરાશાઈ થયો હતો. પહેલા માળનો મોટો ભાગ ધરાશાઈ થતા ચારથી પાંચ જેટલી દુકાનો દબાઈ ગઈ હતી. જો કે રાત્રી દરમિયાન આ દુર્ઘટના બની હોય જેને લઈ જાનહાની ટળી હતી. તો મેટ્રોની કામગીરી દરમિયાન થતા વાઈબ્રેટના કારણે ઘટના બની હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતાં.