સુરતમાં આરટીઓની રેઢિયાળ કામગીરીથી લોકોમાં રોષ
એપોઈમેન્ટ કેન્સલ થતા અરજદારોમાં રોષ જોવા મળ્યો
અરજદારોએ ટેસ્ટ ટ્રેક રજીસ્ટ્રેશન પર જઈ ભારે વિરોધ કર્યો
સુરતમાં આરટીઓના રેઢિયાળ તંત્રના કારભારથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વારંવાર એપોઈમેન્ટ કેન્સલ થતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં આરટીઓ તંત્રના રેઢયાળ કારભારથી અરજદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે ટ્રેક રજીસ્ટ્રેશન કરાવવાનો હોય છે જો કે વારંવાર એપોઈન્ટમેન્ટ કેન્સલ થઈ જતી હોય જેને લઈ અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અરજદારોએ ટેસ્ટ ટ્રેક રજીસ્ટ્રેશન પર જઈ ભારે વિરોધ કર્યો હતો. લાઈસન્સ લેવા માટે અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડતા હોય જેને લઈ અરજદારોમાં આરટીઓ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.