જામનગર પોશ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું.

Featured Video Play Icon
Spread the love

જામનગર પોશ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું.
પટેલ કોલોનીના ચિરાગ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતો હતો દેહ વ્યાપારનો ધંધો.
અન્ય રાજ્યમાંથી વેશ્યાવૃત્તિના નેટવર્ક હેઠળ ચાલવતા કુટણખાનું

જામનગર શહેરના પોશ ગણાતા પટેલ કોલોની વિસ્તારમાંથી એક મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાતાં શહેરભરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે રાજ્ય બહારથી મહિલાઓને બોલાવીને આ દેહવ્યાપારનો ધંધો ચલાવાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં મહિલા સંચાલિકા સહિત બે પુરુષ ગ્રાહકને પણ ઝડપી લેવામાં આવ્યા છે, જેમની સામે ગુનો દાખલ કરાયો છે. જામનગર શહેરના પોશ ગણાતા પટેલ કોલોની વિસ્તારમાંથી એક મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાતાં શહેરભરમાં ભારે ચકચાર મચી ગઈ છે. જામનગર શહેર વિભાગના ડીવાય.એસ.પી જે.એન. ઝાલાની હાજરીમાં પાડવામાં આવેલા આ દરોડાની વિગત મુજબ, પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર-9ના છેડે યાદવ પાનની બાજુની શેરીમાં આવેલા ચિરાગ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા ફ્લેટ નંબર-1માં ભાડાનું મકાન રાખીને રહેતી 50 વર્ષીય સોની નામની મહિલા આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી રહી હતી. તે પોતાના ભાડાના ફ્લેટમાં પુરુષ ગ્રાહકો માટે બહારથી સ્ત્રીઓને બોલાવીને કૂટણખાનું ચલાવતી હતી

ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રવિવારે બપોરે 4:30 વાગ્યાના અરસામાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મહિલા સંચાલિકા સોનીબેન ઉપરાંત બે પુરુષ ગ્રાહકો, જેમાં જામનગરના વિકાસગ્રહ રોડ પર રહેતા 54 વર્ષીય નિતેશ શાંતિલાલ વસા અને ધરાર નગર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય ફિરોજ અબ્દુલભાઈ ચૌહાણ અલગ અલગ રૂમમાં બે સ્ત્રી સાથે મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને સ્ત્રીઓને અન્ય રાજ્યમાંથી વેશ્યાવૃત્તિના નેટવર્ક હેઠળ પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે લાવવામાં આવી હતી. પ્રત્યેક ગ્રાહક પાસેથી 1,000 થી વધુની રકમ ઉઘરાવવામાં આવતી હતી, જેમાંથી અમુક રકમ સંચાલિકા મહિલા પોતાની પાસે રાખતી હતી, જ્યારે બાકીની રકમ બહારથી આવેલી સ્ત્રીઓને આપવામાં આવતી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *