અરવલ્લી જીલ્લા પોલીસ વડાની કડક કાર્યવાહી
એલસીબીએ ઝડપેલ દારૂ પ્રકરણમાં એક પોલીસ કર્મી સસ્પેન્ડ
થોડા દિવસ પહેલા એલસીબીએ 1.87 લાખનો ઝડપ્યો હતો દારૂ
મેઘરજમાં બોમ્બે ફેશન આગળથી અરવલ્લી એલસીબીએ રાજસ્થાન તરફથી આવતી ગાડીમાંથી 1.87 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જે બદલ મેઘરજ ટાઉન પોલીસ મથકના પોલીસ કર્મીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાતાં પોલીસ બેડામાં ચકચાર મચી છે.
એલસીબીની ટીમે અઠવાડિયા અગાઉ મેઘરજમાં બોમ્બે ફેશન આગળ નાકાબંધી કરી બાતમીવાળી કાર આવતાં કારને ઉભી રાખવાનો ઈશારો કરતાં ચાલક અને અન્ય એક શખ્સ કારમાંથી ઉતરીને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. કારમાં તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂની બોટલો 177 કિં.1.87 લાખનો દારૂ તેમજ મોબાઇલ કિં. 20હજાર તેમજ કાર નં. GJ12BR 7867 કિં. 5 લાખ મળી કુલ રૂ.707170 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જેમાં મેઘરજ ટાઉન મથકમાંથી ઝડપાયેલ દારૂ બાબતે મેઘરજ પોલીસ મથકના પોલીસ કર્મી મનાત નાનજીભાઈને ઉચ્ચ અધિકારી દ્વારા ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે…..