બારડોલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી

Featured Video Play Icon
Spread the love

 

બારડોલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી
આપત્કાલીન સમયે પોતાનો બચાવ કેવી રીતે કરવો તેની તાલીમ આપવામાં આવી.
દેશી જુગાડ લગાવીને પોતાના જીવ બચાવી શકાય તે અંગે તાલીમ અપાઈ

બારડોલી તાલુકાના મઢી સુગર ફેક્ટરીમાં એનડીઆરએફ વડોદરાની ટીમ દ્વારા આપત્કાલીન સમયે પોતાનો બચાવ કેવી રીતે કરવો તેની તાલીમ આપવામાં આવી.

મઢી સુગર ફેક્ટરીમાં આજરોજ એનડીઆરએફ 06 બટાલીયન ના ઇન્સ્પેક્ટર દેવીલાલ તથા તેમના કમાન્ડર સુરેન્દ્રસિંહ દ્વારા આપત્કાલીન સમયે કેવી રીતે પોતાનો બચાવો કરી શકાય તે અંગે તાલીમ આપવામાં આવી હતી. જેમાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે તમારી પાસે આપત્કાલીન સાધનો ન હોવા છતાં પણ કેવી રીતે દેશી જુગાડ લગાવીને પોતાના જીવ બચાવી શકાય તે અંગે તાલીમ આપવામાં આવી હતી. જેવી રીતે કે અઢી લિટરની ખાલી પાંચ બોટલ લઈ પોતાના શરીર પર બાંધી દેવાથી પણ બચી શકાય છે તથા ભૂકંપ આવે ત્યારે શું કરવું હાર્ટએટેક આવે ત્યારે કેવી રીતે C P R આપવું બ્લડ લોસ્ટ થાય ત્યારે કેવી રીતે લોહીનો પ્રવાહ રોકવો તથા સાયકલોન આવે ત્યારે કેવી રીતે સાવચેતીના પગલાં ભરવા તે અંગે સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બારડોલી તાલુકાના ટીડીઓ સાહેબ ભાવસિંહ પરમાર, સર્કલ ઓફિસર પિયુષભાઈ પટેલ મઢી સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન શ્રી અલ્પેશભાઈ પટેલ સાહેબ, ડિરેક્ટર શ્રી અતુલભાઇ નાયક, મેનેજિંગ ડિરેક્ટર શ્રી અવિનાશ ડી. ઢેકાણે સાહેબ તથા સુરાલીના તલાટી ચિરાગભાઈ પી ગોહિલ, સુરાલીના ઉપસરપંચ નરેશભાઈ મેસુરીયા તથા આશરે 85 કરતા વધારે મઢી સુગરના અધિકારી તથા કર્મચારી ગણ તથા સુરાલીના ગ્રામજનો હાજર રહ્યા હતા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *