માંડવી પોલીસ સ્ટેશનમાં ૯ જૂને જપ્ત વાહનોની હરાજી યોજાશે
હરાજીમાં ભાગ લેવા ઈચ્છતા વેપારીઓને અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
માંડવી પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ જપ્ત કરાયેલા વાહનોની જાહેર હરાજી યોજાશે.
હરાજી ૯ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૧૧ વાગ્યે માંડવી પોલીસ સ્ટેશન ખાતે થશે. હરાજીમાં ભાગ લેવા ઈચ્છતા વેપારીઓ અને જાહેર જનતાએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેમણે ૭ જૂને સવારે ૧૧ વાગ્યે માંડવી પોલીસ સ્ટેશનમાં જરૂરી ફોર્મ ભરવાનું રહેશે. સાથે રૂ. ૫૦ હજારની રિફન્ડેબલ ડિપોઝિટ પણ જમા કરાવવી પડશે.ફોર્મ સાથે આધારકાર્ડ, પાનકાર્ડ અને છ્ નંબરની વિગતો જોડવાની રહેશે. ઇચ્છુક ખરીદદારો હરાજીની તારીખ પહેલા માંડવી પોલીસ સ્ટેશનમાં વાહનોની પ્રત્યક્ષ તપાસ કરી શકશે. માંડવી પોલીસ ઈન્સ્પેક્ટર એ.એસ. ચૌહાણે જણાવ્યું કે હરાજી કમિટીની તમામ શરતો બધાને બંધનકર્તા રહેશે…