સુરત : જેઈઈ એડવાન્સ 2025ના પરિણામો જાહેર
સુરત નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થી આગમ શાહએ બાજી મારી
આગમ શાહએ નારાયણ કોચિંગ સેન્ટરનું નામ રોશન કર્યું
સોમવાર બીજી જુનના રોજ દેશની સૌથી પ્રતિષ્ઠિઠ ઈન્જિનિયરિંગ પ્રવેશ પરિક્ષા જેઈઈ એડવાન્સ 2025ના પરિણામો જાહેર થયા છે જેમાં સુરત નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થી આગમ શાહએ બાજી મારી છે. આગમ શાહ સિટી ટોપર રહ્યો છે જ્યારે ઓલ ઈન્ડિયામાં 17મો રેંક મેળવતા ક્લાસીસ દ્વારા તેને શુભેચ્છાઓ પાઠવાઈ હતી.
શિક્ષણ ક્ષેત્રે 46 વર્ષથી વધુના અનુભવ સાથે સુરતમાં સ્થિત દેશની અગ્રણી એન્જિનિયરિંગ અને મેડિકલ કોચિંગ સંસ્થા નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થી આગમ શાહએ ફરી ક્લાસીસનુ નામ રોશન કર્યુ છે. દેશની સૌથી પ્રતિષ્ઠિઠ ઈન્જિનિયરિંગ પ્રવેશ પરિક્ષા જેઈઈ એડવાન્સ 2025નુ બે જૂન 2025 ના રોજ પરિણામ જાહેર થયું છે. જેઈઈ એડવાન્સના પરિણામોમાં નારાયણ કોચિંગ સેન્ટર સુરતના વિદ્યાર્થીએ સુરતમાં બાજી મારી છે. નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થી આગમ શાહ સિટી ટોપર રહ્યો છે જ્યારે ઓલ ઈન્ડિયામાં 17મો રેન્ક મેળવ્યો છે. તો આ અંગે નારાયણ કોચિંગ સેન્ટનર્સના ઝોનલ ડિરેક્ટર તુષાર પારેખએ જાહેરાત કરી હતી કે નારાયણ સુરતના આગમ શાહે એર રેન્ક 17 મેળવી સુરત શહેરનો ટોપર બન્યો છે. તો ઓલ ઓવર ઈન્ડિયામાં નારાયણ કોચિંગ સેન્ટર્સના વિદ્યાર્થીઓ ચમક્યા છે જેમાં પ્રથમ 10 આવેલા વિદ્યાર્થીઓમાં ત્રીજા નંબરમાજીદ હુસેન, ચોથા નંબરે પાર્થ મનદર વરતક, છઠ્ઠા નંબરે અકશત ચૌરસીયા, સાતમા નંબર સાહિલ ડીઓ અને 10 મા નંબરે વડલામુડી લોકેશનો સમાવેશ થાય છે. તો ઓલ ઈન્ડિયા ટોપ 100માં આવેલા ગુજરાતના 8 વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થી નારાયણ કોચિંગ સેન્ટરના છે. તો નારાયણ કોચિંગ સેન્ટરના સુરતના સેન્ટર ડિરેક્ટર મનીષ બાગરીએ પણ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.