જૂનાગઢમાં હિરલબા જાડેજા સહીત ત્રણની અટકાયત.
હિરલબા, હિતેષ ઓડેદરા અને સચીન મહેતાની અટકાયત.
સાયબર ફ્રોડના ગુનામાં પોલીસે ત્રણ લોકોની કરી અટકાયત
પોરબંદરના હિરલબા જાડેજા અને તેમના અન્ય 2 સાગરીતોની જૂનાગઢ SOG પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં કરેલ ધરપકડ મામલે જૂનાગઢ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોરબંદરના હિરલબા જાડેજા અને તેમના અન્ય 2 સાગરીતોની જૂનાગઢ SOG પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ એક દિવસના રિમાન્ડ મળેવ્યા છે જેમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જૂનાગઢ DYSP, હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર 3 લોકોના બેન્ક એકાઉન્ટના ડોક્યુમેન્ટનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ખોટા પ્રલોભન આપી બોગસ પેઢી બનાવાઈ હતી. 22 એકાઉન્ટ ખોલાવી ટ્રાનઝેક્સન કરાયા હતા. હિરલબા અને તેના અન્ય સાથીઓ દ્વારા સાયબર ફ્રોડ કરાયો હતો. હિરલબા અને તેના સાગરીતોએ 3 લોકોના નામે બોગસ પેઢી બનાવી પૈસાની હેરા ફેરી કરી હતી. કુલ 3 ઈસમોના નામે 22 એકાઉન્ટ તૈયાર કરાવી પૈસાની હેરાફેરી કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી