જગતના નાથ ભગવાન જગન્નાથજીનો અમદાવાદમાં જળાભિષેક.
સાબરમતી નદીના જળથી ભગવાનને જળાભિષેક કરાયો
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા
ગુજરાતના અમદાવાદ સહીત દેશભરમાં ભગવાન જગન્નાથનીમી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયાર કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળી. ભગવાન જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના ઘાટ સુધી જળયાત્રા યોજાઈ.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા પૂર્વે આ જળયાત્રા રથયાત્રાના પૂર્વ તબક્કા તરીકે જાણીતી છે. જળયાત્રા ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓમાં મુખ્ય યાત્રા ગણાય છે. ભગવાન જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળીને સાબરમતી નદીના ઘાટ પર પહોંચી, સોમનાથ ભુદરના આરેથી પરંપરાગત ગંગાપૂજા કરીને 108 કળશ જળના ભરાયા. 108 કળશના જળથી ભગવાનનો શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરવામાં આવ્યો. જળાભિષેક પછી ભગવાન જગન્નાથજીના ગજવેશનો ખાસ શણગાર કરવામાં આવ્યો. જળયાત્રામાં ગજરાજો પણ સુશોભિત થઈને જોડાયા. ભગવાન આજથી મામાના ઘરે સરસપુર જશે. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો હરખ સાથે જોડાયા. મહિલાઓ માથે કળશ લઈને જળયાત્રામાં સહભાગી થઈ. આજે વહેલી સવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા. ભગવાન જગન્નાથના દર્શન કર્યા પછી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “ભગવાન જગન્નાથની રથયાત્રા ગુજરાત અને અમદાવાદના દરેક લોકો માટે ખૂબ જ મોટું શ્રદ્ધાનું કેન્દ્ર છે
લાખોની સંખ્યામાં લોકો ભગવાન જગન્નાથના દર્શન માટે અષાઢી બીજના દિવસે ગુજરાતના અમદાવાદ આવે છે. રથયાત્રા ખાસ યાત્રા છે, જેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. ભગવાન જગન્નાથની રથયાત્રાના થોડા દિવસ પહેલાથી જે વિધિઓ થાય છે એમાં આજે જળયાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદમાં સાબરમતીના નદીના તટ સુધી આ જળયાત્રા કાઢવામાં આવે છે.”
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જળયાત્રા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પણ ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત ચિહ્ન છે. ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ભાગ લેવાય છે અને સમગ્ર યાત્રા દરમિયાન શહેરમાં ભક્તિનો માહોલ છવાઈ જાય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી