આજે સુરતમાં નીતિન ગડકરી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની મુલાકાતે
એક્સપ્રેસ-વેની ગુણવત્તા ચકાસવા સુરત હવાઈ માર્ગે આવી પહોંચ્યા
એરપોર્ટથીજ 100 કિ.મીનું બાય રોડ અને 200 કિ.મીનો હવાઈ સર્વે કર્યુ
આજે નીતિન ગડકરી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની ગુણવત્તા ચકાસવા સુરત હવાઈ માર્ગે આવી પહોંચ્યા હતાં. સુરત એરપોર્ટથી જ 100 કિ.મી.નું બાય રોડ અને 200 કિ.મી.નો હવાઈ સર્વે કર્યુ હતું.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે 27 નવેમ્બરે ગુજરાતના એક દિવસીય સઘન પ્રવાસે આવી પહોંચ્યા હતાં. જેમાં તેઓ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી રોડ પ્રોજેક્ટ્સ, ખાસ કરીને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની પ્રગતિનું જમીની અને હવાઈ નિરીક્ષણ કરશે. આ પ્રવાસ દરમિયાન મંત્રી કુલ 300 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કરશે, જેમાં નેશનલ હાઈવે 53 અને નેશનલ હાઈવે 48ના 100 કિમીનું રોડ નિરીક્ષણ તેમજ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના 200 કિ.મી.નો હેલિકોપ્ટરથી એરિયલ સર્વે સામેલ છે.
