સુરતના અઠવાગેટ ખાતે આવેલ રામોત્સવ મેળાની દાદાગીરી

Featured Video Play Icon
Spread the love

સુરતના અઠવાગેટ ખાતે આવેલ રામોત્સવ મેળાની દાદાગીરી
ફ્રી એન્ટ્રી હોવાનુ પ્રચાર કર્યા બાદ ટિકીટની માંગણી
સિકયીરીટી ગાર્ડ દ્રારા તોછડું વર્તન કરવામાં આવતા હોબાળો મચી ગયો

સુરતના અઠવાગેટ ખાતે આવેલ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર ચાલી રહેલા રામોત્સવ મેળામાં ફ્રી એન્ટ્રી હોવાનુ પ્રચાર કર્યા બાદ સહેલાણીઓ પાસે ટિકીટની માંગણી કરાતા મામલો ગરમાયો હતો. આખરે પોલીસે મધ્યસ્થી કરવી પડી હતી.

સુતના અઠવાગેટ ખાતે આવેલ વનિતા વિશ્રામ ખાતે આયોજિત મેળાના આયોજકની દાદાગીરી સામે લોકોએ હોબાળો મચાવ્યો હતો. ત્રણ દિવસ મેળામાં ફ્રી એન્ટ્રી હોવાનું પ્રચાર કર્યા બાદ મેળામાં આવેલા સહેલાણીઓ પાસે ટિકિટની માંગણી કરતા મામલો ગરમાયો હતો. મેળાના ગેટ પર હાજર ગાર્ડ દ્વારા લોકો સાથે તોછડું વર્તન કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો. તો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પણ દોડી ગઈ હતી અને પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *