સુરતના ગોડાદરા ખાતે આમ આદમી પાર્ટીની જાહેરસભા
ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવીએ ખુલ્લો પડકાર ફેંકયો
ભારપૂર્વક કહ્યું હતું કે ટાઈગર અભી ઝિંદા હૈ
સુરતના ગોડાદરા ખાતે આમ આદમી પાર્ટીની યોજાયેલી જાહેરસભામાં ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવીએ ખુલ્લો પડકાર ફેંકી સરકારને આડે હાથ લીધી હતી.
સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, ગોપાલ ઈટાલિયા, શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી તેમજ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયા સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આ સભામાં આપના ઈસુદાન ગઢવીએ સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ખુલ્લેઆમ સરકારને આડે હાથ લીધી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે ટાઈગર અભી ઝિંદા હૈ. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ તેમણે સુરત મહાનગરપાલિકાના 10 હજાર કરોડના બજેટ પર સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે આ 10 હજાર કરોડનું બજેટ કોણ ખાઈ જાય છે?. ઈસુદાને સરકારની વિરુદ્ધ તીવ્ર ટીકા કરતાં કહ્યું કે લોકોના પૈસા ખર્ચવાને બદલે કેટલાક લોકો તેને ગેરરીતે ઉપયોગમાં લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઈસુદાનના પડકારભર્યા નિવેદનોને ભારે પ્રશંસા મળી હતી, જેનાથી રાજકીય વાતાવરણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
