ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આપી માહિતી
આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતુ કે સંક્રમણને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમાં ચાંદીપુરાના વાયરલને સઈ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના જણાવ્યુ હતુ કે અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના 17 શંકાસ્પદ બાળકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 10 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 6 બાળકોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન ત્રણ બાળકોના મોત પણ નોંધાયા છે. એક બાળક હાલ વિસનગરનો છે અને તેની સારવાર વડનગરની હોસ્પિટલમાં ચાલી રહી છે.

સંક્રમિત વિસ્તારોમાં 61 સ્થળોએ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને આરોગ્ય ટીમોને સતત સર્વેલન્સ તથા કામગીરીના નિર્દેશ આપવામાં આવ્યા છે. જ્યાં પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યાં સેન્ડ ફ્લાય નામની માખીના નાશ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની પણ અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *