વિવાદિત કીર્તિ પટેલ ફરી કાયદાના સકંજામાં આવી
સુરતના પુણા પોલીસ મથકે નોંધાયો ગુનો
સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા પણ આરોપી
સુરતના પુણા પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવવા બદલ વિવાદિત કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ પોલીસકર્મી નયના બારૈયા સામે વધુ એક એફઆઈઆર દાખલ થઈ છે. બદનક્ષીના કેસમાં આવેલી કીર્તિએ પોલીસ મથકે ધમાલ કરી હતી. અગાઉ પણ તેની સામે ખંડણી અને અપહરણ જેવા ગુના નોંધાયેલા છે.
પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને કરતૂતોના કારણે અવારનવાર ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન ખાતે કીર્તિ પટેલ સામે વધુ એક નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં તેની સાથે ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા પોલીસકર્મી નયના બારૈયા સામે પણ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ મથકની બહાર કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને ભારે હોબાળો મચાવવાના આક્ષેપ હેઠળ પોલીસે આ કાર્યવાહી કરી છે.
મળતી વિગતો અનુસાર, કીર્તિ પટેલ અગાઉ નોંધાયેલા એક બદનક્ષીના કેસના સંદર્ભમાં પુણા પોલીસ સ્ટેશન ખાતે હાજરી આપવા માટે પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા પણ હાજર હતી. પોલીસ મથકની અંદર અને બહાર કીર્તિ પટેલ અને નયના બારૈયાએ કોઈ બાબતને લઈને ઉગ્ર દલીલો કરી હતી અને પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ મોટો હોબાળો મચાવ્યો હતો. સરકારી કામગીરીમાં રૂકાવટ અને કાયદો-વ્યવસ્થાનો ભંગ કરવા બદલ પુણા પોલીસે આ બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
