સોશિયલ મીડિયામાં અંબાજી માર્ગ બંધની ભ્રામક અફવા.

Featured Video Play Icon
Spread the love

સોશિયલ મીડિયામાં અંબાજી માર્ગ બંધની ભ્રામક અફવા.
યાત્રાધામ અંબાજી પહોંચવાના તમામ મુખ્ય માર્ગો ખુલ્લા.
માતાજીના દર્શન માટે મંદિર રાબેતા મુજબ ખુલ્લું.

યાત્રાધામ અંબાજી તરફ જવાના માર્ગો બંધ હોવાના સોશિયલ મીડિયા પર વહેતા થયેલા મેસેજ તદ્દન ભ્રામક અને અફવા છે. બનાસકાંઠા સ્થાનિક વહીવટી તંત્ર અને પ્રશાસન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અંબાજી પહોંચવાના તમામ મુખ્ય માર્ગો સંપૂર્ણપણે ખુલ્લા છે અને યાત્રિકો માટે દર્શન વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ છે.

સોશિયલ મીડિયા પર અંબાજી તરફ જવાના માર્ગો બંધ હોવા અંગે ફરી રહેલા મેસેજ તદ્દન ભ્રામક અને અફવા માત્ર હોવાનું વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજીને જોડતા તમામ મુખ્ય માર્ગો સંપૂર્ણપણે ખુલ્લા છે અને ભક્તો માટે માઇધામમાં દર્શન વ્યવસ્થા પણ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે. સલામતીના ભાગરૂપે માત્ર ભારે માલવાહક વાહનો પર સમયબદ્ધ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે શ્રદ્ધાળુઓ માટે કાર, એસ.ટી. બસ અને અન્ય ખાનગી વાહનોની અવરજવર બિલકુલ સામાન્ય છે.

વન વિભાગ અને સ્થાનિક પ્રશાસને અંબાજી આવતા ભક્તોને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા ખાસ અપીલ કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *