ખેડાના સિંહના હુમલામાં જીવ ગુમાવનાર મયુરની નીકળી અંતિમયાત્રા.

Featured Video Play Icon
Spread the love

ખેડાના સિંહના હુમલામાં જીવ ગુમાવનાર મયુરની નીકળી અંતિમયાત્રા.
ખુશીની સફર માતમમાં ફેરવાઈ જતાં આખું ગામ હિબકે ચડ્યું.
વાત્રક નદીના કાંઠે આવેલ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરાયા.

ખેડાના મહેમદાવાદના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના માસૂમ બાળક મયુરસિંહ પર સિંહે અચાનક હુમલો કરી તેને જંગલમાં ખેંચી લીધો હતો. ભારે હૈયે મયુરસિંહના મૃતદેહને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો હતો.

ખેડાના મહેમદાવાદના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ 12 વર્ષના માસૂમ બાળક મયુરસિંહ પર સિંહે અચાનક હુમલો કરી તેને જંગલમાં ખેંચી લીધો હતો. આ ઘટનાના થોડા સમય બાદ જંગલમાંથી બાળકના માત્ર અવશેષો મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ગમગીન ઘટનાના કારણે મોડજ ગામમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને સમગ્ર પંથક હિબકે ચડ્યો છે. ભારે હૈયે મયુરસિંહના મૃતદેહને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો હતો. ખુશી-ખુશી ગિરનારની યાત્રાએ નીકળેલા આ પરિવારની ખુશીઓ ક્ષણવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. આજે સવારે જ્યારે મયુરસિંહનો પાર્થિવ દેહ તેના વતન મોડજ ગામે પહોંચ્યો ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. આજે સવારે 10 વાગ્યાની આસપાસ જ્યારે માસૂમની અંતિમયાત્રા નીકળી ત્યારે આખું ગામ અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યું હતું. પરિવારની લાચારી અને એકના એક દીકરાને ગુમાવવાનું દુઃખ જોઈ પડોશીઓ અને ગ્રામજનો પણ રડી પડ્યા હતા. ભારે હૈયે મયુરસિંહના મૃતદેહને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોડજ ગામનો ચૌહાણ પરિવાર ખૂબ જ ઉમંગ સાથે ગિરનારની યાત્રાએ ગયો હતો. પરંતુ, ગિરનારના જંગલ વિસ્તારમાં સિંહે અચાનક મયુરસિંહ પર હુમલો કરી તેને જંગલમાં ખેંચી જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. થોડા સમયની શોધખોળ બાદ બાળકના અવશેષો મળી આવતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. એકના એક દીકરાને ગુમાવનાર માતા-પિતા અને પરિવારના સભ્યોનું આક્રંદ જોઈ ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી. ઘટના બાદ પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ સરકાર આ શોકગ્રસ્ત પરિવારને આર્થિક સહાય આપીને ન્યાય અપાવે તેવી માંગ પણ ઉઠી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *