સુરતમાં પૂર બાદની સ્થિતિને લઈને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પૂર બાદની સ્થિતિને લઈને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી
બેઠકમાં રાહત કામગીરી, સર્વે અને અસરગ્રસ્ત પરિવારોને સહાયની સમીક્ષા
અત્યાર સુધીમાં 3,300 થી વધુ લોકોને કેશડોલ અને રાહત કિટનું વિતરણ

સુરતમાં પૂર બાદની સ્થિતિને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં રાહત કામગીરી, સર્વે અને અસરગ્રસ્ત પરિવારોને સહાય અંગે મહત્વપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી.

છેલ્લા ત્રણ દિવસથી સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સર્વે કામગીરીની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી હતી. અસરગ્રસ્ત રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક વિસ્તારોના નુકસાનનું મૂલ્યાંકન હજુ પણ ચાલુ છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દરેક અસરગ્રસ્ત નાગરિકની સાથે છે અને કોઈપણ પરિવાર સહાયથી વંચિત નહીં રહે. તમામ અસરગ્રસ્ત પરિવારો સુધી ઘરવખરી સહાય પહોંચાડવા માટે મોડલ ઓફિસરો અને ઉચ્ચ અધિકારીઓને વિસ્તારવાર જવાબદારી સોંપવામાં આવી છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા ખાડી પૂર અંગે નિષ્ણાતોની ટીમ અલગથી સમીક્ષા કરી રહી છે, જ્યારે વરસાદ અને પૂર અંગેની વિગતવાર માહિતી કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવશે. અત્યાર સુધીમાં 3,300 થી વધુ લોકોને કેશડોલ અને રાહત કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *