સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધનની ઉજવણી
જેલ પરિસરમાં ભાઈ-બહેનના મિલનના હૃદયસ્પર્શી દ્રશ્યો

સુરતની લાજપોર જેલમાં પણ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધનની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. જેલ પરિસરમાં ભાઈ-બહેનના મિલનના હૃદયસ્પર્શી દ્રશ્યો સામે આવ્યા હતં.

રક્ષાબંધનના પાવન પર્વે જેલમાં બંધ કેદીઓને બહેનો સાથે રાખડી બાંધવાનો અવસર મળ્યો હતો. લાંબા સમય બાદ ભાઈને મળેલી બહેન અને બહેનને મળેલા ભાઈ વચ્ચે લાગણીસભર ક્ષણો જોવા મળી હતી. રાખડીના પવિત્ર તાંતણે જેલની દીવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીને જીવંત રાખ્યા હતાં. આ દરમિયાન અનેક ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં આંખોમાં આંસુ અને હૃદયમાં લાગણી સ્પષ્ટ જોવા મળી હતી. રક્ષાબંધનના પર્વે કેદીઓ માટે પણ આ દિવસ યાદગાર બની રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *