સુરત કડોદરામાં નિધિ આપઘાત કેસમાં પતિ અને પ્રેમિકાની અટકાયત.

Featured Video Play Icon
Spread the love

સુરત કડોદરામાં નિધિ આપઘાત કેસમાં પતિ અને પ્રેમિકાની અટકાયત.
મૃતકના ભાઈની ફરિયાદ બાદ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો.
મૃતક નિધિ પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી.

સુરત કડોદરા સ્થિત શ્રીનિવાસ ગ્રીન સિટીમાં નિધિકુમારી નામની મહિલાની આત્મહત્યાના કેસમાં કડોદરા GIDC પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે મૃતકના પતિ સૌરભકુમાર સંજયસિંગ અને તેની પ્રેમિકા રાની ઉર્ફે ઈશિકા બેનર્જી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લીધી છે

સુરત કડોદરા નિધિકુમારી નામની મહિલાની આત્મહત્યાના કેસમાં મૃતકના ભાઈ આદિત્યકુમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ૨૫ ઓગસ્ટના રોજ નિધિકુમારીએ આત્મહત્યા કરી હતી. ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નિધિકુમારીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવી હતી અને આ દુર્ઘટના માટે તેના પતિ તથા તેની પ્રેમિકા જ સીધા જવાબદાર છે. ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ ચલાવી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ અને એકત્ર કરાયેલા પુરાવાના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને મુખ્ય આરોપીઓ સૌરભકુમાર અને ઈશિકા બેનર્જીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ પોલીસ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ, મૃતકને કથિત રીતે કરવામાં આવેલી હેરાનગતિ તેમજ આ સમગ્ર બનાવમાં બંને આરોપીઓની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક વધુ તપાસ ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ ખરી હકીકત સામે આવશે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *