નવસારીમાં ગણેશ સંગઠનની સામાન્ય સભામાં ભારે હોબાળો

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં ગણેશ સંગઠનની સામાન્ય સભામાં ભારે હોબાળો
સંગઠનના પ્રમુખ અને હોદ્દેદારોની કામગીરી સામે વિરોધ
સભ્યોએ સવાલો ઉઠાવતા વાતાવરણ ગરમાયું હતું.

નવસારી ખાતે યોજાયેલી ગણેશ સંગઠનની સામાન્ય સભામાં અપેક્ષા મુજબ ગરમાગરમી અને ભારે હોબાળો જોવા મળ્યો હતો. સંગઠનના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની કામગીરી સામે સભ્યોએ સીધા આક્ષેપ કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. મામલો એટલો ગંભીર બન્યો હતો કે સભા હિંસક સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તેને બરખાસ્ત કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

નવસારી ખાતે યોજાયેલી ગણેશ સંગઠનની સભાની શરૂઆતથી જ સભ્યોમાં હોદ્દેદારો પ્રત્યે નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. મંડળના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે સંગઠનના હોદ્દેદારો બંધારણની મર્યાદામાં રહીને કામગીરી કરતા નથી. પારદર્શિતાના અભાવ અને સત્તાના દુરુપયોગને લઈને સભ્યોએ એકસૂરે પ્રમુખની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. ચર્ચા દરમિયાન રજૂઆતો ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે સામસામે બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. વિવાદની ચરમસીમા ત્યારે આવી જ્યારે સભાખંડમાં અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. આ બાબતે સંગઠનના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે સભામાં થઈ રહેલી પ્રશ્નોત્તરીને દબાવવા માટે જાણીજોઈને લાઈટ બંધ કરવામાં આવી હતી.

નારાજ કાર્યકર્તાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સંગઠનમાં સમયસર સુધારા નહીં થાય અને બંધારણ મુજબ કામગીરી નહીં કરવામાં આવે, તો તેઓ નવું સંગઠન બનાવવાની તૈયારી પણ રાખી રહ્યા છે. આ ઘટનાએ નવસારી ગણેશ સંગઠનના આંતરિક જૂથવાદને સપાટી પર લાવી દીધો છે. આવનારા દિવસોમાં આ વિવાદ વધુ વણસે છે કે સમજૂતીના કોઈ માર્ગ નીકળે છે, તે જોવું રહ્યું. આ ઘટનાને કારણે સભ્યો વધુ આક્રમક બન્યા હતા અને ભારે હોબાળો મચી ગયો હતો. અંધાધૂંધી અને અરાજકતાનું વાતાવરણ સર્જાતા સભાને વચ્ચેથી જ સમેટી લેવી પડી હતી અને નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *