સુરતમાં ભારે વરસાદ બાદ ભાજપ સરકાર સામે આકરા આક્ષેપો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભારે વરસાદ બાદ ભાજપ સરકાર સામે આકરા આક્ષેપો
મનોજ સોરઠિયાએ સ્ટોર્મ ડ્રેનેજ, પૂર વ્યવસ્થાપન મુદ્દે આક્ષેપો કર્યા
સરકારને જવાબદાર ઠેરવી તેને ભાજપ સર્જિત હોનારત ગણાવી

સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર સામે આકરા આક્ષેપો કર્યા છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સ્ટોર્મ ડ્રેનેજ, પૂર વ્યવસ્થાપન અને ગ્રાન્ટ સહિતના મુદ્દે સરકારને જવાબદાર ઠેરવી તેને ભાજપ સર્જિત હોનારત ગણાવી છે.

સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષથી શહેરની સ્ટોર્મ ડ્રેનેજ લાઈનોની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો અને શહેરમાં ગંભીર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સોરઠિયાએ વધુમાં કહ્યું કે વર્ષ 2006ના પૂર બાદ વિવિધ સમિતિઓ અને સંસ્થાઓએ ડ્રેનેજ, ખાડીઓના વિકાસ, તળાવોનું સંવર્ધન અને સિટી પ્લાનિંગ અંગે અનેક ભલામણો કરી હતી, પરંતુ છેલ્લા 20 વર્ષમાં ભાજપ સરકારે તેનો અમલ કર્યો નથી.

આપના નેતાઓએ એવો પણ દાવો કર્યો કે સુરતમાં થયેલું નુકસાન કુદરતી આફત નહીં પરંતુ સરકારની બેદરકારીનું પરિણામ છે. તેમણે ઓક્ટ્રોય બાદ સુરતને મળવાપાત્ર ગ્રાન્ટમાં અન્યાય થયો હોવાનો પણ આરોપ લગાવ્યો અને શહેરના વિકાસ માટે પૂરતી નાણાકીય ફાળવણી ન મળ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *