સુરતમાં વૃદ્ધ પર યુવાન દ્વારા હુમલો કરાયો
ઉત્રાણ ખાતે આવેલ રોયલ સ્કવેરની ઘટના
સીસીટીવી વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ
સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસ લાલ આંખ કરી રહી છે ત્યારે ઉત્રાણમાં એક કોમ્પલેક્ષમાં વૃદ્ધ પર યુવાન દ્વારા હુમલો કરાયો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ વિડીયો વાયરલ થયો છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતમાં માથાભારે ઈસમો હવે તો વૃદ્ધોની પણ ઈજ્જત ન કરી હુમલો કરતા હોવાનો બનાવ સામે આવ્યો છે. વાત એમ છે કે સુરતના ઉત્રાણ ખાતે આવેલ રોયલ સ્કવેરમાં એક અસામાજિક યુવાને વૃદ્ધ પર હુમલો કર્યો હતો. વૃદ્ધ સાથે યુવાનનો કોઈ કારણોસર ઝઘડો થતા વૃદ્ધ પર હુમલો કર્યો હતો. વૃદ્ધને ધક્કો મારી અસામાજિક તત્વએ પાડી દીધા બાદ અન્ય લોકો દોડી આવ્યા હતા. જે ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ આ સીસીટીવી વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.