ખોલવડ ગ્રામ પંચાયત પરિવાર દ્વારા આજ કી શાન શહીદો કે નામ કાર્યક્રમ
ઓપરેશન સિંદૂર ને અર્પણ કરાયો સમગ્ર કાર્યક્રમ
ખોલવડ ગ્રામ પંચાયત પરિવાર દ્વારા આજ કી શામ શહીદો કે નામ આજ કઈ શામ ઓપરેશન સિંદૂર કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આવતીકાલે જ્યારે ગણતંત્ર દિવસની સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે કામરેજ તાલુકાના ખોલવડ ગામે સરપંચ હારુન ટેલી , ગ્રામ પંચાયત સભ્ય એઝાઝ ટેલી અને ખોલવડ ગ્રામ પંચાયત પરિવાર દ્વારા એક શામ શહીદો કે નામ આજ કઈ શામ ઓપરેશન સિંદૂર કે નામ નામે એક ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામા આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગામ તથા આજુબાજુ ના લોકો કાર્યક્રમ જોવા ઉમટી પડયા હતા. આ કાર્યક્રમમાં શહીદ વીર જવાનોના પરિવારનું સન્માન કરવામાં આવ્યું નાના ભૂલકા દ્વારા સ્ટેજ પર ડાન્સ કરી કાર્યક્રમ મા ચાર ચાંદ લગાવી દીધા હતા. બોમ્બે થી સ્પેશિયલ વી કંપની ઇન્ડિયા ડાન્સ ગ્રુપ આવ્યું હતું આ ગ્રુપ કે જેને abcd 2 મુવી થી ઇન્સપાયર થઈ ને પોતાની જર્ની શરૂ કરી હતી આ ગ્રુપ દ્વારા ઇન્ડિયા ગોટ ટેલેન્ટ સિઝન 3, ડાન્સ પલ્સ સિઝન 1, એન્ટરટેઇનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા, ભાગ લીધો હતો અને 7up ડાન્સ મા ચેમ્પિયન શિપ હાંસલ કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ મમતા સોની ઉપસ્થિત રહ્યા હતા જેમણે શું તમે કુવારા છો, પ્રતિકાર, હવે શું ? અને ફીર એક સાઝિશ નામની ગુજરાતી ફિલ્મ અભિનય કર્યો હતો. મુખ્ય મહેમાન તરીકે લવજીભાઈ બાદશાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ઉપસ્થિત કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. હારુન ટેલી ના આમંત્રણ ને માન આપી ખોડલધામના કન્વીનર અલ્પેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય વી ડી ઝાલાવડીયા, સહિતના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
