સુરતના અમરોલીમાં અસામાજિક તત્વો બેફામ
ઈન્ડસ્ટ્રીને અસામાજિક તત્વોએ બાનમાં લીધી
કામકાજ બંધ કરાવી ધમકી ભર્યા પોસ્ટરો વાયરલ કર્યા
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસા અને સાયણ રોડ પરની ઈન્ડસ્ટ્રીને અસામાજિક તત્વોએ બાનમાં લીધી હોય તેમ યુનિટોમાં પહોંચી કામકાજ બંધ કરાવી ધમકી ભર્યા પોસ્ટરો વાયરલ કર્યા હતા. જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
સુરતના અમરોલીના કોસાડ અને સાયણ ઓલપાડ રોડ પર આવેલ ઈન્ડસ્ટ્રીને કેટલાક અસામાજિક તત્વોએ બાનમાં લીધી હતી. પાવરલૂમ ઈન્ડસ્ટ્રીને બાનમાં અસામાજિક તત્વોએ લુખ્ખાગીરી કરી 30 થી 35 યુનિટોનેમાં પહોંચી જઈ બહારથી જ કામકાજ બંધ કરાવવા માટે દબાણ કર્યું હતું. જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી હતી. તો અસામાજિક તત્વો પોતાનો વર્ચસ્વ અને ધાક જમાવવા માટે સોશિયલ મીડિયા પર ધમકીભર્યા પોસ્ટરો વાયરલ કર્યા હતાં જે પોસ્ટરોમાં ઉડિયા ભાષામાં હાથ-પગ ભાંગી દેવાની ધમકી હતી. અને જ્યાં સૌથી વધુ ઓરિસ્સાના કારીગરો કામ કરે છેતેજ વિસ્તારોમાં ઓડિયા ભાષામાં મર્ડરની ધમકીઓ આપવામાં આવી હતી. જેને લઈ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
