સુરત ઉધનામાં બાળકનુ અપહરણ
આરોપીનું પોલીસે ઘટના સ્થળે રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ
હ્યુમન સોર્સિસની મદદથી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો
સુરતના ઉધનામાંથી ત્રણ વર્ષનાબાળકનુ અપહરણ કરી જનારને પોલીસે ઝડપી પાડ્યા બાદ પુરાવાઓ એકત્રિત કરવા પોલીસ આરોપીને સ્થળે લઈ ગઈ હતી અને ઘટાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.
ઉધના પોલીસ મથકની હદમાંથી એક ત્રણ વર્ષના બાળકનુ બે દિવસ પહેલા અપહરણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ત્વરિત ટીમો બનાવી ઉધના પોલીસે બાળકની શોધખોળ હાથ ધરી હતી અને 200થી વધુ કેમેરા ચેક કરવાની સાથે હ્યુમન સોર્સિસની મદદથી આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી બાળકને મુક્ત કરાવ્યો હતો. તો પોલીસે આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખની ધરપકડ કરી પુરાવાઓ એકત્રિત કરવા માટે તેને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. તો આ સમયે આરોપીને જોવા લોક ટોળુ ઉમટી પડ્યુ હતું. તો એવી પણ ચર્ચા જોવા મળી હતી કે બાળકના વાળ બાંલા હોવાથી બાળકી સમજી આરોપીએ બાળાનુ અપહરણ કર્યુ હોય શકે છે જો કે આ વાતને સત્તાવાર કોઈ સમર્થન મળ્યુ નથી.
