સુરતમાં નજીવી બાબતે પણ હત્યાના પ્રયાસો
બાઈક અથડાવવા જેવી બાબતે છરીના ઘા માર્યા
બે આરોપીઓને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા
સુરતમાં નજીવી બાબતે પણ હત્યાના પ્રયાસો થતા હોવાના કિસ્સા સામે આવે છે ત્યારે બાઈક અથડાવવા જેવી બાબતે છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કરનાર બે આરોપીઓને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા છે. અને ઘટના સ્થળે લઈ જઈ તેઓને રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.
સુરતમાં અસામાજિક તત્વો નજીવી બાબતે પણ લોકો પર જીવલેણ હુમલાઓ કરતા અચકાતા ન હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે આવા જ બે માથાભારે આરોપીઓની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. વાત એમ છે કે સુરતના અમરોલી વિસ્તારમાં બાઈક અથડાવવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં યુવાન પર છરીના ઘા મારી તેની હત્યાનો પ્રયાસ કરી હુમલાખોરો ભાગી છુટ્યા હતા બનાવને લઈ અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી બે હુમલાખોર રીઢા આરોપીઓ શિવમ ઉર્ફે કાલી સહિત બેને ઝડપી પાડ્યા હતાં. તો ઝડપાયેલા આરોપી શિવમ ઉર્ફે કાલી અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાયો હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિ કન્સ્ટ્રન્કસ કરાવ્યુ હતું સાથે લોકો પાસે માફી પણ મંગાવી હતી.
