મહારાષ્ટ્રના ગુનામાં નાસતો આરોપી સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો
સુરતના રાંદેર વિસ્તારેથી મહારાષ્ટ્રનો ફરાર આરોપી ઝડપાય
નંદુરબાર પવનચક્કી કોપર વાયર ચોરી કેસનો આરોપી સુરતમાં ઝડપાયો
મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકા પોલીસ મથકમાં નંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાંદેર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં સુઝલોન કંપનીની પવન ચક્કીઓને નુકશાન કરી પવન ચક્કીઓમાં ઉપયોગમાં લેવાતા કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા મુળ મહારાષ્ટ્ર નંદુરબારના સીંદખેડા ડોંડાઈચાનો અને હાલ રાંદેર બાપુનગર ઝુપડપટ્ટી ખાતે રહેતા મુસ્તાખ ઉર્ફે સન્નુ રહેમાન શા ફકીરને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
