સુરત ઉધના પોલીસે પ્રોહિબિશનના આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ઉધના પોલીસે પ્રોહિબિશનના આરોપીને ઝડપ્યો
5 નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
ઝડપાયેલા રીઢા પર અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા હોવાનુ સામે આવ્યુ

ઉધના પોલીસે પાંચ વર્ષથી ગુજરાતના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનન અને હત્યાના પ્રયાસ ગુનાઓમાં નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરતની ઉધના પોલીસની ટીમ પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉધના પોલીસે ઉધના પોલીસ મથક સાથે ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના પાંચ ગુનામાં તથા હત્યાના પ્રયાસના એક ગુનામાંનાસતા ફરતા આરોપી એવા રીઢા મુળ રાજસ્થાનના ઉદયપુરનો અને હાલ અમદાવાદના ગોતા ખાતે રહેતા રોનક મિસરીમલ કોઠારીને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો ઝડપાયેલા રીઢા પર અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા હોવાનુ સામે આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *