દિલ્હીથી અર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજો

Featured Video Play Icon
Spread the love

દિલ્હીથી અર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજો
મલાના ક્રિમ ચરસનો જથ્થો લઈ જનાર ત્રણને ઝડપ્યા
ત્રણને રેલ્વે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા

દિલ્હીથી અર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં મલાના ક્રિમ ચરસનો જથ્થો લઈ જનાર ત્રણને રેલ્વે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતાં.

રેલ્વે એલસીબીની ટીમ પીઆઈ તરૂણ પટેલ અને પીએસઆઈ રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ પ્રવિણસિહને મળેલી બાતમીના આધારે દિલ્હીથી અર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં મલાના ક્રિમ ચરસનો જથ્થો કેટલાક લોકો બેઠા હોવાની માહિતી મળતા સુરત ખાતે ટ્રેન આવતા જ રેલ્વે એલસીબીની ટીમે તપાસ કરી ટ્રેનમાંથી મુલ યુપી બક્સાનો અને હાલ મુંબઈ ખાતે રહેતા પંકજસિંગ ધરમરાજસિંગ બીજો મુળ મહારાષ્ટ્રના સાંગલીનો અને હાલ મુંબઈ ખાતે રહેતા ગીતેશ સુરેશ મોટકેટે અને ત્રીજો મુંબઈના સાંતાક્રુઝ ખાતે રહેતા સાહિલ દિલીપ સાઠલીયાને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી મલાના ક્રિમ ચરસનો 2.30 લાખનો જથ્થો તથા મોબાઈલ સહિત 2.50 લાખની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *