દર વર્ષે હોળીના આગલા રવિવારે ગોળીગઢ બાપુનો મેળો
દક્ષિણ ગુજરાતનો આ મોટો મેળો ગણવામાં આવે છે
લાખોની સભામાં શ્રદ્ધાળુઓ અહીં મેળામાં ઉમટી પડે છે
મહુવા તાલુકાના વાંસ્ફુઈ ગામે દર વર્ષે હોળીના આગલા રવિવારે ગોળીગઢ બાપુનો મેળો ભરાય છે. દક્ષિણ ગુજરાતનો આ મોટો મેળો ગણવામાં આવે છે. કે જ્યાં લાખોની સભામાં શ્રદ્ધાળુઓ અહીં ગોળીગઢ બાપુના મેળામાં ઉમટી પડ્યા હતા.
સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા એવા મહુવા તાલુકામાં કંઈક અલગ રીતે હોળી પર્વની ઉજવણી કરાય છે. મહુવા તાલુકામાં વાંસ્ફુઈ ગામ આવેલું છે. જ્યાં વર્ષોથી ગોળીગઢ નો મેળો ભરાય છે. અને આ મેળો હોળી પર્વના આગળના રવિવારે જ વર્ષોથી યોજાય છે. જ્યાં દક્ષિણ ગુજરાતમાંથી લાખોની શ્રદ્ધા સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે. આ મેળો યોજવાનો કારણ પણ એવું છે કે લોક વાયકા મુજબ વર્ષો પહેલા અહીં ગામમાં બે ભાઈઓ રહેતા હતા. જ્યાં હાલ મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યાં ઢોર ચરાવવા માટે તેઓ આવતા અને મંદિરની જગ્યાએ બેસીને ગુમડા, ઓરી, અછબડા જેવા રોગોના દર્દીઓને તેઓ આયુર્વેદિક દવા આપતા અને લોકોના રોગ પણ દૂર થઈ જતા હતા. વર્ષો સુધી દવાઆપ્યા બાદ બે માંથી એક ભાઈ હોળી પહેલા આવતા રવિવારે જ મૃત્યુ થયું હતું. અને બીજા ભાઈનું પણ બીજા વર્ષે હોળીના આગળના રવિવારે જ મૃત્યુ થયું હતું. બંનેના મૃત્યુ બાદ ગામજોને ત્યાં પાળીયા બનાવી પૂજા અર્ચના શરૂ કરી હતી. આજે પણ લોકો ગુમડા કે અછબરડા જેવા રોગો મટાડવા માટે અહીં માનતા રાખે છે અને રોગ સારો થતા જ અહીં માનતા પૂરી કરે છે ગોળીગઢ મેળા તરીકે અહીં દર વર્ષે ઉત્સવની ઉજવણી કરવાનું ગ્રામજનો એ નક્કી કર્યું હતું. જેઓ જેઓ પણ અહીં માનતા રાખતા તેઓ અહીં ગોળીગઢ આવે છે અને રોગ સારો થઈ જતા લોકો અહીં પોતાની માનતા પૂરી કરી જાય છે. સાંભળીએ
આ ગોળીગઢ મેળામાં મંદિરની ફરતે મોટી સંખ્યામાં વેપારીઓ સ્ટોલ પણ લગાવે છે અને રોજી રોટી પણ કમાય છે. વર્ષો વર્ષ અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે. ગ્રામજનોની પણ એવી તો શ્રદ્ધા રહે છે કે શ્રદ્ધાળુ અને અહીં આનવ જાવનમાં તકલીફ નહીં પડે એ માટે કેટલાક ખેડૂતોએ તો પોતાના ખેતરનો ઉભો પાક પણ કાપીને મંદિર સુધી રસ્તા અને પાકિગ માટે જગ્યા કરી હતી.. તેમજ ચોરી લૂંટફાટના બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, સાથે દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો મેળો અહીં ભરાતો હોય સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં રહેતા આદિવાસીઓમાં આ મેળાનું ખાસ મહત્વ રહેલું છે..
