સુરતની ડિંડોલી પોલીસે અસામાજિક તત્વને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ડિંડોલી પોલીસે અસામાજિક તત્વને ઝડપી પાડ્યો
તીક્ષ્ણ હથિયાર બતાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર ઝડપાયો
ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવા માટે તેને ઘટના સ્થળે લઈ ગયા

સુરતની ડિંડોલી પોલીસે ભેસ્તાન આવાસ વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર બતાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર અસામાજિક તત્વને ઝડપી પાડ્યો હતો.

સુરતના ભેસ્તાન આવાસ વિસ્તારમાં એક શખ્સ તીક્ષ્ણ હથિયાર સાથે જાહેરમાં ફરી લોકોમાં ભય અને દહેશત ફેલાવી રહ્યો હતો. જે ઘટનાની માહિતી મળતા જ ડિંડોલી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કર્યા બાદ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવા માટે તેને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમની તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિકોમાં પણ સુરક્ષાની લાગણી મજબૂત બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *