સુરતની સચીન જીઆઈડીસી પોલીસે ભાગી છૂટેલા ચોરને ઝડપ્યો
તમિલનાડુના ફ્લાવર બજાર પોલીસ મથકની હદમાં લાખોની ઘરફોડ ચોરી
રાજસ્થાની ઇશ્વર હપ્તાજી રાજપુરોહિતને ઝડપી પાડ્યો
સુરતની સચીન જીઆઈડીસી પોલીસે તમિલનાડુના ફ્લાવર બજાર પોલીસ મથકની હદમાં લાખોની ઘરફોડ ચોરી કરી ભાગી છૂટેલા પીળા ચોરને ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિસનર ડામોર, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝનની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલ અને કેએચ રોયલની ટીમ પીએસઆઇ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતી ત્યારે અહેકો ભરતસિંહ અને દિનેશએ બાતમીના આધારે તમિલનાડુના ફલાવર બજાર પોલીસ મથકના નોંધાયેલા 1,95 હજારની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોર રાજસ્થાની ઇશ્વર હપ્તાજી રાજપુરોહિતને ઝડપી પાડી તેનો કબજો તમિલનાડુ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
