સુરતમાં ઠગાઈના ગુનામાં આઠ વર્ષથી ફરાર આરોપી
ચોક બજાર પોલીસે યુપીના આગ્રા ખાતેથી ઝડપ્યો
ધરમાલ મવાશી નિશાદ અને રામબીર ઉર્ફે રામવી મતદિન નિશાદ ઝડપ્યા
સુરતમાં ઠગાઈના ગુનામાં આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ચોક બજાર પોલીસે યુપીના આગ્રા ખાતેથી ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અને મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝનની સુચનાને લઈ પીઆઈ એનજી ચૌધરીની ટીમ પીએસઆઈ એસઆઈ મકરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક બજાર પોલીસ મથકમાં આઠ વર્ષથી ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા ધરમાલ મવાશી નિશાદ અને રામબીર ઉર્ફે રામવી મતદિન નિશાદને યુપીના આગ્રા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી.
