સુરતમાં ફરી એક લિફ્ટ ખોટકાઈ જવાની ઘટના સામે આવી
પાલમાં વિસ્તારમાં આવેલ સિલિકોન લક્ઝુરિયામાં ઘટના બની
ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ બંધ થઈ જતા વૃદ્ધ સહિત 4 વ્યક્તિઓ ફસાયા
સુરતમાં લિફ્ટમાં ફસાઈ જવાના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે પાલમાં સિલિકોન લક્ઝુરિયામાં લિફ્ટ બંધ પડી જતા વૃદ્ધ સહિત ચાર લોકો ફસાતા તેઓનું રેસ્ક્યુ કરાયુ હતું.
સુરતમાં ફરી એક લિફ્ટ ખોટકાઈ જવાની ઘટના સામે આવી છે. સુરતના પાલમાં વિસ્તારમાં આવેલ સિલિકોન લક્ઝુરિયામાં ઘટના બની હતી. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ બંધ થઈ જતા વૃદ્ધ સહિત 4 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા જેથી ફાયરને જાણ કરાતા તાત્કાલિક પાલનપુર ફાયરની ટીમે ગણતરીની મિનિટોમાં સ્થળે દોડી જઈ લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધ સહિત ચારેય વ્યક્તિઓને સહીસમત બહાર કાઢ્યા હતાં.
