અરવલ્લીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
પોલીસ હેડક્વાર્ટરના પોલીસ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ
અરવલ્લી પોલીસ હેડક્વાર્ટરના પોલીસ ગ્રાઉન્ડ ખાતે આજરોજ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક, પોલીસ અધિક્ષકા શેફાલી બારવાલ, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડીયા, મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ સહિત ઉચ્ય અધિકારીઓ, કર્મચારીઓ અને જાહેર જનતાએ ભાગ લઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગા કરી ઉજવણી કરી હતી…