બારડોલીમાં બીજેપીના 11 વર્ષ પૂર્ણ થતા સંકલ્પ સભા યોજાઈ
સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ૨૯ જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.
સંકલ્પ સભામાં મોદી સરકારની સિદ્ધિઓ જનતા સુધી પહોંચાડવા આહ્વાન કર્યું
સુરત જીલ્લાના બારડોલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ૨૯ જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.ત્યારે બારડોલીનાના સીનીયર સીટીઝન હોલ ખાતે સુરત જીલ્લા ભાજપા દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ હતી. આ સંકલ્પ સભામાં મોદી સરકારની સિદ્ધિઓ જનતા સુધી પહોંચાડવા આહ્વાન કર્યું છે.અને જન કલ્યાણકારી યોજનાઓ અને ઐતિહાસિક સિદ્ધિઓ અને આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી હતી અને આગામી કાર્યક્રમો માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સુરત જીલ્લા ભાજપના હોદેદારો ,બારડોલી નગર તેમજ તાલુકા ભાજપના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…